Wednesday, May 28, 2025

બી. એ. સેમ ૫ અને ૬ નો નવો સીલેબસ NEP મુજબ

 

બી. એ. સેમ ૫ અને ૬ નો  NEP મુજબ  નો નવો સીલેબસ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની વેબસાઇટ

 ઉપરથી મેળવી શકો  છો.  અહી તેની સીધી લિન્ક આપવામાં આવી છે. જેની ઉપર ક્લિક કરવાથી સિલેબસ ની

 પીડીએફ ઓપન થશે.

                                                              Sem 5 syllabus 

Sem 6 Syllabus

HNGU Syllabus NEP


Monday, May 12, 2025

સામાયિક સાથે મુલાકાત

                                                

ગુજરાતી સામાયિક જે ગુજરાતી ભાષાની ધરોહર છે. જેના થકી ગુજરાતી ભાષા અનેક લોકો સુધી સતત

 સમયાંતરે  નવીન માહિતી સાથે પહોંચે છે. સામાન્યરીતે સામાયિક એટલે ચોક્કસ અંતરાળ માં પ્રકાશિત થતું 

સાહિત્ય . સામાયિક અઠવાડિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક જેવા ચોક્કસ સમયે પ્રકાશિત થાય છે. 

ગુજરાતી ભાષામાં પ્રકાશિત અનેક સામયિકો માં આજે આપણે વાત કરીશું "ચિત્રલેખા" ની 

                                         


  • ચિત્રલેખા :- છેલ્લા 75 વર્ષ થી અવિરત પ્રકાશિત થઈ રહ્યું છે,  એપ્રિલ 2025 માં ચિત્રલેખા એ 75 વર્ષ પૂરા કર્યા જેનો 'સુપર ૭૫ વાર્ષિક  વિશેષાંક - માર્ચ-એપ્રિલ-મે ૨૦૨૫' પ્રકાશિત  કર્યો. 
  • પ્રથમ અંક ૨૨ એપ્રિલ ૧૯૫૦ 
  • સંસ્થાપક : વજુ કોટક 
  • સહસંસ્થાપક : મધુરી કોટક 
  • પથદર્શક : હરકિસન મહેતા 
  • હાલના ચેરમેન : મૌલિક કોટક 
  • વાઇસ ચેરમેન : મનન કોટક 
  • તંત્રી : હિરેન મહેતા 
  • સામયિકતા : અઠવાડિક (Weekly)
  • વિશેષતા :  માહિતી સભર લેખો, પ્રિયદર્શીની, જસ્ટ એક મિનિટ,સુખનોપનિષદ, મહાભારત માર્ગદર્શક  મહાકાવ્ય,ન્યુટ્રલ કવર સ્ટોરી, છણાવટ ભર્યા સમાચાર, રઘુ જેટલીની ફિલ્મી સફર વગેરે  
  • તારીખ ૧૨ મે ૨૦૨૫ ના અંકની કવર સ્ટોરી સાથે સુખનોપનિષદ અને દિપક સોલીયા  લિખિત 'મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય' અચૂક વાંચવા.. 
                ચિત્રલેખા  એની ધારાવાહિક નવલકથા માટે લોકોમાં પ્રિય બની રહ્યું. હરકિસન મહેતાની ધારાવાહિક નવલકથા હોય કે 'તારક મહેતાના ઉંધા ચશ્મા"  માટે લોકો નવા અંકની રાહ જોતાં હતાં. આજના આધુનિક ડિજિટલ યુગમાં પણ ચિત્રલેખા એ પોતાના વાચકો અકબંધ રાખ્યા છે અને તેમ વધારો કર્યો છે. આ માટે તેમની સંપાદકીય ટીમને ખૂબ ખૂબ અભિનંદન.   


આવા જ એક અન્ય સામાયિક ની માહિતી સાથે ફરી મળીશું. શુભ પખવાડિયું..


Thursday, May 1, 2025

દેશ ભક્તિ

 ॐ द्यौ: शान्तिरन्तरिक्षॅं शान्ति:,
पृथ्वी शान्तिराप: शान्तिरोषधय: शान्ति:।
वनस्पतय: शान्तिर्विश्र्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:,
सर्वॅंशान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि।।
ॐ शान्ति: शान्ति: शान्ति:।।

ॐ सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु ।
मा कश्चित् दुःख भाग्भवेत् ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः॥


સમગ્ર વિશ્વ માં શાંતિ, સમૃદ્ધિ,  તંદુરસ્તી અને ઐક્ય બની રહે તેવી અંતરમન  થી પ્રાથના કરીએ. આપણાં શબ્દોની શક્તિ અમાપ છે. "  Power of the Spoken Word " પુસ્તક વાંચીને શબ્દોની શક્તિ ઓળખીએ, સાથે આપણી  વૈદિક પરંપરા સદીઓથી મંત્ર ના સતત સમરણ ની વાત કરે છે,  આપણે પ્રબળ  ઈચ્છા સાથે અને મજબૂત શ્રદ્ધા સાથે  આ શાંતિ પાઠ નું સમરણ કરીશું તો ચોક્કર એની અસર થશે જ, એમ શંકા નેકોઈ સ્થાન નથી. આવો સાથે મળીને દિલથી શ્રદ્ધા સાથે આપણા દેશ સાથે વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરીએ. નિર્દોષ નાગરિકો ની સુરક્ષા બની રહે તેવી સતત ઈચ્છા કરતાં રહીએ. આપણું વૈદિક જ્ઞાન સદાય આપણી આસપાસ ના વાતાવરણ સાથે મૈત્રી કરીને વિકાસ દ્વારા આગળ વધવાની વાત કરે છે. ભારત દેશે હંમેશા સૌને સાથે રાખીને ચાલવું તે ભાવના રાખી છે.. ભારતના સાચા નાગરિક તરીકે ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસ  માટે નિષ્ઠા અને પ્રામાણિકતા પૂર્વક આપણું  કર્મ કરતાં રહીએ.. કદાચ એ જ સાચી દેશ ભક્તિ કહેવાશે. 

જય હિન્દ 


(Ref.: https://www.gujaratsamachar.com/news/dharmlok/indian-cultures-are-the-best સાભાર )



  ગ્રંથાલય વિભાગ સૂચના DATE: 13-12-25   બી.એ. અને એમ. એ. ના જે વિદ્યાર્થીઓને  ગ્રંથાલયની વાચક ટિકિટ લેવાની બાકી રહી ગઈ હોય, તે દરેક ...