ગુજરાતી સામાયિક જે ગુજરાતી ભાષાની ધરોહર છે. જેના થકી ગુજરાતી ભાષા અનેક લોકો સુધી સતત
સમયાંતરે નવીન માહિતી સાથે પહોંચે છે. સામાન્યરીતે સામાયિક એટલે ચોક્કસ અંતરાળ માં પ્રકાશિત થતું
સાહિત્ય . સામાયિક અઠવાડિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક જેવા ચોક્કસ સમયે પ્રકાશિત થાય છે.
ગુજરાતી ભાષામાં પ્રકાશિત અનેક સામયિકો માં આજે આપણે વાત કરીશું "ચિત્રલેખા" ની
- ચિત્રલેખા :- છેલ્લા 75 વર્ષ થી અવિરત પ્રકાશિત થઈ રહ્યું છે, એપ્રિલ 2025 માં ચિત્રલેખા એ 75 વર્ષ પૂરા કર્યા જેનો 'સુપર ૭૫ વાર્ષિક વિશેષાંક - માર્ચ-એપ્રિલ-મે ૨૦૨૫' પ્રકાશિત કર્યો.
- પ્રથમ અંક ૨૨ એપ્રિલ ૧૯૫૦
- સંસ્થાપક : વજુ કોટક
- સહસંસ્થાપક : મધુરી કોટક
- પથદર્શક : હરકિસન મહેતા
- હાલના ચેરમેન : મૌલિક કોટક
- વાઇસ ચેરમેન : મનન કોટક
- તંત્રી : હિરેન મહેતા
- સામયિકતા : અઠવાડિક (Weekly)
- વિશેષતા : માહિતી સભર લેખો, પ્રિયદર્શીની, જસ્ટ એક મિનિટ,સુખનોપનિષદ, મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય,ન્યુટ્રલ કવર સ્ટોરી, છણાવટ ભર્યા સમાચાર, રઘુ જેટલીની ફિલ્મી સફર વગેરે
- તારીખ ૧૨ મે ૨૦૨૫ ના અંકની કવર સ્ટોરી સાથે સુખનોપનિષદ અને દિપક સોલીયા લિખિત 'મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય' અચૂક વાંચવા..
ચિત્રલેખા એની ધારાવાહિક નવલકથા માટે લોકોમાં પ્રિય બની રહ્યું. હરકિસન મહેતાની ધારાવાહિક નવલકથા હોય કે 'તારક મહેતાના ઉંધા ચશ્મા" માટે લોકો નવા અંકની રાહ જોતાં હતાં. આજના આધુનિક ડિજિટલ યુગમાં પણ ચિત્રલેખા એ પોતાના વાચકો અકબંધ રાખ્યા છે અને તેમ વધારો કર્યો છે. આ માટે તેમની સંપાદકીય ટીમને ખૂબ ખૂબ અભિનંદન.
આવા જ એક અન્ય સામાયિક ની માહિતી સાથે ફરી મળીશું. શુભ પખવાડિયું..
