Thursday, May 1, 2025

દેશ ભક્તિ

 ॐ द्यौ: शान्तिरन्तरिक्षॅं शान्ति:,
पृथ्वी शान्तिराप: शान्तिरोषधय: शान्ति:।
वनस्पतय: शान्तिर्विश्र्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:,
सर्वॅंशान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि।।
ॐ शान्ति: शान्ति: शान्ति:।।

ॐ सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु ।
मा कश्चित् दुःख भाग्भवेत् ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः॥


સમગ્ર વિશ્વ માં શાંતિ, સમૃદ્ધિ,  તંદુરસ્તી અને ઐક્ય બની રહે તેવી અંતરમન  થી પ્રાથના કરીએ. આપણાં શબ્દોની શક્તિ અમાપ છે. "  Power of the Spoken Word " પુસ્તક વાંચીને શબ્દોની શક્તિ ઓળખીએ, સાથે આપણી  વૈદિક પરંપરા સદીઓથી મંત્ર ના સતત સમરણ ની વાત કરે છે,  આપણે પ્રબળ  ઈચ્છા સાથે અને મજબૂત શ્રદ્ધા સાથે  આ શાંતિ પાઠ નું સમરણ કરીશું તો ચોક્કર એની અસર થશે જ, એમ શંકા નેકોઈ સ્થાન નથી. આવો સાથે મળીને દિલથી શ્રદ્ધા સાથે આપણા દેશ સાથે વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરીએ. નિર્દોષ નાગરિકો ની સુરક્ષા બની રહે તેવી સતત ઈચ્છા કરતાં રહીએ. આપણું વૈદિક જ્ઞાન સદાય આપણી આસપાસ ના વાતાવરણ સાથે મૈત્રી કરીને વિકાસ દ્વારા આગળ વધવાની વાત કરે છે. ભારત દેશે હંમેશા સૌને સાથે રાખીને ચાલવું તે ભાવના રાખી છે.. ભારતના સાચા નાગરિક તરીકે ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસ  માટે નિષ્ઠા અને પ્રામાણિકતા પૂર્વક આપણું  કર્મ કરતાં રહીએ.. કદાચ એ જ સાચી દેશ ભક્તિ કહેવાશે. 

જય હિન્દ 


(Ref.: https://www.gujaratsamachar.com/news/dharmlok/indian-cultures-are-the-best સાભાર )



  ગ્રંથાલય વિભાગ સૂચના DATE: 13-12-25   બી.એ. અને એમ. એ. ના જે વિદ્યાર્થીઓને  ગ્રંથાલયની વાચક ટિકિટ લેવાની બાકી રહી ગઈ હોય, તે દરેક ...