Tuesday, April 22, 2025

World Book Day : વિશ્વ પુસ્તક દિવસ

 

વિશ્વ પુસ્તક દિવસ : World Book Day “23 April”

સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (UNESCO) દ્વારા દર વર્ષે 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પુસ્તકો અને વાંચનના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત, લેખકો અને પ્રકાશકોના યોગદાનને પણ સન્માનિત કરવામાં આવે છે.

વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે?

  • વાંચનને પ્રોત્સાહન આપવા: આ દિવસ લોકોને પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરે છે અને વાંચનની આદત ને પ્રોત્સાહન આપે છે.
  • પુસ્તકના મહત્વને ઉજાગર કરવા: પુસ્તકો જ્ઞાન, માહિતી અને મનોરંજન નો ભંડાર છે. આ દિવસ તેમના મહત્વને સમજાવે છે.
  • લેખકો અને પ્રકાશકોનું સન્માન: જે લોકો પુસ્તકો બનાવે છે અને લોકો સુધી પહોંચાડે છે તેમનું યોગદાન બિરદાવવામાં આવે છે.
  • કોપીરાઈટનું મહત્વ સમજાવવું: આ દિવસે કોપીરાઈટ કાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે જેથી લેખકોના અધિકારોનું રક્ષણ થઈ શકે.

વિશ્વ પુસ્તક દિવસનો ઇતિહાસ:

યુનેસ્કોએ 1995માં પેરિસમાં યોજાયેલી સામાન્ય સભામાં 23 એપ્રિલને વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ તારીખ વિખ્યાત લેખકો વિલિયમ શેક્સપિયર, મિગ્યુએલ દે સર્વેન્ટસ અને ઇન્કા ગાર્સિલાસો દે લા વેગાની પુણ્યતિથિ છે. આ ઉપરાંત, મેન્યુઅલ મેજિયા વલ્લેજો અને મોરિસ ડ્રુનનો જન્મ પણ 23 એપ્રિલના રોજ થયો હતો. સાહિત્ય જગતના આ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.

વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે?

વિશ્વભરમાં આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • પુસ્તક મેળા અને પ્રદર્શનો: વિવિધ સ્થળોએ પુસ્તક મેળા યોજાય છે જ્યાં લોકો પુસ્તકો ખરીદી શકે છે અને લેખકોને મળી શકે છે.
  • વાંચન સંબંધિત પ્રવૃત્તિઓ: શાળાઓ અને પુસ્તકાલયોમાં વાંચન સ્પર્ધાઓ અને વાર્તા કહેવાની પ્રવૃત્તિઓનું આયોજન થાય છે.
  • લેખકો સાથે મુલાકાતો: લોકો તેમના મનપસંદ લેખકોને મળી શકે છે અને તેમના વિચારો જાણી શકે છે.
  • પુસ્તકોનું વિતરણ: કેટલીક જગ્યાએ મફતમાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે જેથી વધુ લોકો વાંચન કરી શકે.
  • ચર્ચા અને પરિસંવાદ: પુસ્તકો અને સાહિત્ય સંબંધિત ચર્ચાઓ અને પરિસંવાદો યોજાય છે.

વિશ્વ પુસ્તક દિવસ 2024 ની થીમ:

વર્ષ 2024 માટે વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસની સત્તાવાર થીમ "રીડ યોર વે" (Read Your Way) હતી. આ થીમનો હેતુ વાંચનના પ્રેમને પ્રોત્સાહન આપવાનો અને તેના આનંદના મહત્વ વિશે લોકોને જાગૃત કરવાનો હતો.

વિશ્વ પુસ્તક દિવસ આપણને પુસ્તકોની અદભુત દુનિયામાં ખોવાઈ જવાની અને જ્ઞાનના સાગરને માણવાની તક આપે છે. ચાલો, આ દિવસે આપણે સૌ વાંચનને આપણા જીવનનો એક અભિન્ન ભાગ બનાવીએ.



Sunday, April 20, 2025

  


23 એપ્રિલ ને વિશ્વ પુસ્તક દિવસ તરીકે યુનેસ્કોએ જાહેર કરીને આવનાર પેઢીને પુસ્તક તથા વાંચનના મહત્વને

સમજવા માટેનો અવસર આપ્યો છે. આવો જાણીએ કે આજની ડિજિટલ દુનિયામાં પુસ્તકો વાંચનનું મહત્વ શું છે?

(Ref.: https://depositphotos.com/vector/book-library-at-device-internet-education-concept-vector-illustration-student-people-study-online-read-knowledge-425625626.html)
    ટેકનોલોજી અને ડિજિટલ દુનિયામાં પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી, પરંતુ બદલાયું છે. પુસ્તકો આજે પણ જ્ઞાન, માહિતી અને મનોરંજનનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે, અને તેના ઘણા ફાયદા છે, જે ડિજિટલ માધ્યમોમાં  ઉપલબ્ધ નથી.

પુસ્તકોનું મહત્વ:

  • ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને સમજ: ડિજિટલ માધ્યમોમાં ઘણીવાર માહિતી ટૂંકી અને છૂટકછવાઈ હોય છે ત્યારે પુસ્તકો કોઈ પણ વિષયની ઊંડાણપૂર્વક માહિતી અને સમજ પૂરી પાડે છે. લેખક પોતાના વિચારો  વિગતવાર રીતે રજૂ કરે છે, જે વાચકને વિષયને સારી રીતે સમજવામાં મદદ કરે છે. 
  • એકાગ્રતા અને ધ્યાન: ડિજિટલ ઉપકરણો પર વાંચતી વખતે સૂચનાઓ, જાહેરાતો અને અન્ય વિક્ષેપો ધ્યાન ભટકાવી શકે છે, જ્યારે પુસ્તકો વાંચતી વખતે વાચકનું ધ્યાન કેન્દ્રિત રહે છે, કારણ કે તેમાં કોઈ વિક્ષેપ આવતો નથી. 
  • વિશ્લેષણાત્મક અને તાર્કિક વિચારસરણીનો વિકાસ: પુસ્તકો વાંચવાથી વિશ્લેષણાત્મક અને તાર્કિક વિચારસરણીનો વિકાસ થાય છે. કારણકે દરેક વાચક માહિતીનું મૂલ્યાંકન સહજ રીતે  કરે છે અને પોતાના તાર્કિક વિચારો બનાવે છે.
  • સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિનો વિકાસ: ખાસ કરીને કાલ્પનિક પુસ્તકો વાંચવાથી સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિનો વિકાસ થાય છે. વાચક પાત્રો અને પરિસ્થિતિઓની કલ્પના કરે છે અને પોતાની એક માનસિક દુનિયા બનાવે છે.
  • ભાવનાત્મક જોડાણ: પુસ્તકો વાચકને પાત્રો અને તેમની લાગણીઓ સાથે ભાવનાત્મક રીતે જોડે છે. આનાથી વાચકમાં સહાનુભૂતિ અને સમજણની ભાવના વિકસે છે.
  • ઓછી સ્ક્રીન ટાઈમ: ડિજિટલ દુનિયા - જેનાથી આંખો પર ઓછો તાણ પડે છે, પરંતુ પુસ્તકો ડિજિટલ સ્ક્રીનથી દૂર રાખે છે, અને ઊંઘની ગુણવત્તા સુધરે છે.
  • કાયમી અને વિશ્વસનીય સ્ત્રોત:  ડિજિટલ માહિતી ફોર્મેટ બદલાવવા અથવા ટેકનોલોજી જૂની થવાને કારણે અપ્રાપ્ય બની શકે તેવી સંભાવના છે જ્યારે પુસ્તકો લાંબા સમય સુધી ટકી રહે છે અને તેને ભૌતિક સ્વરૂપમાં સાચવી શકાય છે.
  • કોઈપણ સમયે અને ગમે ત્યાં વાંચી શકાય: ઈન્ટરનેટ અને ડિજિટલ દુનિયા એકબીજાની પર્યાય છે. ડાઉનલોડિંગ માટે પણ ઈન્ટરનેટ જરૂરી છે, જ્યારે  પુસ્તકોને ઇન્ટરનેટ કનેક્શનની જરૂર હોતી નથી, તેથી તેને કોઈપણ સમયે અને ગમે ત્યાં વાંચી શકાય છે.

ડિજિટલ દુનિયામાં પુસ્તકોનું બદલાયેલું સ્વરૂપ:

  • ડિજિટલ ટેકનોલોજીએ પુસ્તકોને નવા સ્વરૂપો આપ્યા છે, જેમ કે ઈ-બુક્સ અને ઓડિયોબુક્સ. આ સ્વરૂપો સુવિધા અને પહોંચની દ્રષ્ટિએ  ઉત્તમ અને ફાયદાકારક છે, પરંતુ સાથે સાથે  ભૌતિક પુસ્તકોનું પોતાનું આગવું મહત્વ છે.
  • ટેકનોલોજી અને ડિજિટલ દુનિયામાં પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી, પરંતુ તે એક અલગ અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તે જ્ઞાન, સમજણ, સર્જનાત્મકતા અને ભાવનાત્મક જોડાણ માટે એક અનિવાર્ય માધ્યમ છે.

Tuesday, April 15, 2025

 Hello.. કેમ છો.. કોલેજમાં પરીક્ષાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે.. ત્યારે એક વિચાર આવે કે, દરેક

 વિદ્યાર્થીએ કેટલાંક પ્રશ્નો પોતાની જાતને જરૂર પૂછવા જોઈએ જેવાકે,

  • શું  આપણે  અભ્યાસક્રમ માં જેટલું છે, એટલું પૂરું ભણી રહ્યા છીએ?
  • શું આપણે એક સેમિસ્ટરમાં પૂરતું જ્ઞાન મેળવીએ  છીએ?
  • શું આપણે ક્લાસરૂમ ને બદલે અન્ય પરિક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત રહેતા, રોજના 8 થી 10 કલાકનું વાંચન કરતાં હોઈએ છીએ ત્યારે, તેમાં  કેટલી સફળતા મળે છે તેની ક્યારેય  નોંધ લીધી છે ?
  • શું  આપણે જેટલો સમય અન્ય પરીક્ષાઓ આપવા માટે ઇન્વેસ્ટ કર્યો તેટલું આઉટપુટ મળ્યું છે?
  • શું સ્નાતક થાય પછી  કોઈપણ પ્રકારની નોકરી કે બિઝનેસ કે કોઈ સ્ટાર્ટઅપ કરવા માટે આપણે તૈયાર છીએ?
  • ક્યાંક એવું તો નથી ને કે, ના સારા  Graduate થઈ શકયા  કે ના સારી નોકરી મેળવી શક્યા..!
    વિદ્યાર્થીમિત્રો આ સવાલો તમે ચોક્કસ તમારી જાતને દિલથી પૂછજો. કારણકે આને  કારણે ઘણા તમારા જેવા

 હોનહાર વિદ્યાર્થીઓ ડિપ્રેશન નો શીકર બની જતાં હોય છે. અથવાતો નિરાશાને કારણે પોતાની અંદરની

 શક્તિઓને ઓળખી શકતા નથી....  તો આ માટેનો ઉપાય શું?  આ પ્રશ્નનો જવાબ અહી આપ્યો છે.. આશા છે

 તમને મદદરૂપ થશે. 

  • કોલેજમાં આવતા  દરેક વિદ્યાર્થી એ  પોતાના એકેડેમીક સત્ર દરમ્યાન રોજ કોલેજના ક્લાસરૂમ માં જઈને લેકચર એટેન્ડ કરવા. જેથી તમે જે વિષય સાથે સ્નાતક થવાના છો એ વિષય ને સારી અને સાચી રીતે  જાણી  શકો.  
  • કોલેજમાં રેગ્યુલર શિક્ષણ મેળવવાથી તમારી અંદર એક વિશ્વાસ આવશે, અને ક્લાસરૂમમાં જે વિવિધતા સભર જ્ઞાન આપતું હોય તેને કારણે તમારી વિવેચનની ક્ષમતા માં વધારો થશે. 
  • કોલેજમાં રેગ્યુલર લીધેલા શિક્ષણ માટે  રોજના 3 થી 4 કલાકનું તમારું સમયનું ઇન્વેસ્ટમેન્ટ તમારો સર્વાંગી વિકાસ કરશે. 
  • કોલેજ ના અભ્યાસ દરમ્યાન રોજ નું  1 થી 1.30 કલાકનું તમારું ગ્રંથાલય માં વાંચન જેમકે, ગ્રંથાલયમાં આવતા કરંટ અફેર્સ ના સામયિકો, અન્ય જર્નલ્સ , જ્ઞાન સંપન્ન અન્ય સામયિકો, રેફ્રન્સ બુક્સ, સેલ્ફ ડેવલપમેન્ટ માટેના સામયિકો-પુસ્તકો વગેરે તમારું ધ્યેય સિદ્ધ કરવામાં તેમજ તમારા ભવિષ્યના ધડતરમાં મુખ્ય સ્ત્રોત બની રહેશે. ( મારા અનુભવને આધારે હું આ વાત દ્રઢતાથી કહી રહી  છું)
  • બાકીના સમયમાં બીજા 3 કલાકનું   રોજનું  વિશેષ પરીક્ષાઓ માટેનું સતત વાંચન તમને 100% મદદરૂપ થશે. 
  • વિદ્યાર્થીઓએ રિફ્રેશમેન્ટ માટે અને માનસિક- શારીરિક તંદુરસ્તી માટે  યોગ, કસરત, જીમ તેમજ સ્પોટ્સ માં પણ થોડોક સમય ચોક્કસ ફળવવો જોઈએ. 
  • અત્યાધુનિક આ ટેકનોલોજીના સમયમાં આજનો યુવાન ત્યારેજ સફળ થશે જ્યારે તે પોતાની બુદ્ધિક્ષમતા નો અને સમયનો પૂરેપૂરો ઉપયોગ કરશે સાથે  મોબાઈલ ટેકનોલોજી અને world wide web -www ને સમજીને વાપરશે.. સફળ થવું હોય તો આટલું કરવું પડે...
        તમને મારી આ વાત કેવી લાગી તે માટે જરૂર કમેંટ બોક્સમાં લખજો..હવે  પછી આપણે નવી  શિક્ષણ પ્રણાલીને  સમજીશું. Take Care and All the best for your bright future...


(Ref : https://www.pinterest.com/pin/20-quotes-about-libraries--36591815713983065/ )સાભાર 

Monday, April 7, 2025

    

શુભ પ્રભાત સાથે દરેક દિવસની શરૂઆત કરીએ. ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં સૌથી વધારે મૂલ્ય તથા નીતિ વર્ધક શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવે તેની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જો આવું થશે તો જ "વિકસિત ભારત @2047" નું સ્વપ્નું ચોક્કસ પૂરું થશે. આ સ્વપ્નું સાકાર કરવામાં સૌથી વધુ ફાળો વાંચન નો રહેશે, એટલેજ  માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી જ્યારે ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારે  તેમણે  " વાંચે ગુજરાત" અને "તરતા પુસ્તક" જેવા રાજ્ય વ્યાપી કાર્યક્રમો થકી ગુજરાતના યુવાનોને વાંચતાં કર્યા. ગુજરાત રાજ્યની સફળતામાં વાંચન પ્રવૃતીના યોગદાનને નકારી શકાય  નહીં. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીની આ  દૂરંદેશીતા ને સલામ.

       ગ્રંથાલય એ માત્ર પુસ્તક આપ-લે નું કેન્દ્ર નથી, તે એક સતત શિક્ષણ આપતું કેન્દ્ર છે. શૈક્ષણિક ગ્રંથાલયો માં તો  ક્લાસરૂમ ટિચિંગ જ્યાં પૂરું થાય છે ત્યાંથી લાઇબ્રેરી દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત થાય છે. વિદ્યાર્થીઓની અનેક મૂંઝવણ લાઇબ્રેરી દૂર કરે છે. એટલેજ તે શૈક્ષણિક સંકુલ નું લર્નિંગ ઇન્ફોર્મેશન સેન્ટર છે. માટે જ ક્લાસરૂમમાં શિક્ષક અને લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન હોય તો જ એક સક્ષમ ભાવિ નાગરિક સમાજ ને મળી શકે.

“ડૉ. સર્વપલ્લી રાધાક્રિશનન” ના શબ્દો માં,    

"Books are the means by which we build bridges between cultures".  The library is the heart of any educational or academic institution because it is the spring of wisdom from where all can quench their thirst for knowledge.

      અફસોસ કે ગુજરાતની ઘણી શૈક્ષણિક સંસ્થાની લાઇબ્રેરી તેના લાઇબ્રેરિયન ની રાહ જોઈને બેઠી છે. આશા રાખીએ કે  આ વિરહ અને વિલંબ ટૂંક સમયમાં પૂરો થાય. 

વિકસિત દેશોને જોઈએ તો તેઓની વિકાસરેખામાં સૌથી વધારે ફાળો તેમના શિક્ષણનો છે , કારણકે ત્યાં શાળાની શરૂઆત થી  જ વિદ્યાર્થીઓ ને  શાળા ગ્રંથાલય સાથે જોડવામાં આવે છે.  વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં લાઇબેરીની પોતાની એક આગવી ભૂમિકા રહેલી છે, તે પશ્ચિમ ના દેશોએ શરૂઆતથી જ સ્વીકાર્યુ હોય તેવું લાગે છે.  

ભારતમાં પણ જ્યારે જ્ઞાનની વાત આવે તો સૌથી પ્રથમ “તક્ષશિલા”, “ નાલંદા” વિદ્યાપીઠ અને તેના જ્ઞાન સભર ગ્રંથલયોને યાદ કરવામાં આવે છે. જ્ઞાનનું સંવર્ધન, વિકાસ, વિસ્તરણ અને એક પેઢી થી બીજી પેઢી સુધી જ્ઞાનના વહન નું કામ ગ્રંથાલય સતત કરતું આવ્યું છે અને કરતું રહેશે. આજના હાઈ ટેક  ટેકનોલોજીથી સજ્જ ગ્રંથાલય તો વિજ્ઞાનના વારસાને ચિરંજીવ કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.

કોરોના કાળ દરમ્યાન શિક્ષણ અને વાંચન માટે ટેકનોલોજી માત્ર આધારભૂત હતી ત્યારે એક વાત દરેક ને સમજાઈ ગઈ કે, માનવ કૌશલ્ય અને પુસ્તકો, પ્રલેખો સાથે ટેકનોલોજીનો સુમેળ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, એટલેજ કદાચ ડિજિટલ, AI ના  આ અતિઆધુનિક વિશ્વમાં વિકસિત તમામ દેશોમાં ગ્રંથાલયો અને વાંચન નું, પ્રિન્ટ મીડિયા નું હજુ પણ એટલુંજ મહત્વ છે. વિદેશી મોટા ભાગની ફિલ્મોમાં ઘરમાં તેમજ આજુબાજુ લાઇબ્રેરીઝ જોવા મળશે.. જે નોંધવું રહ્યું. માનવવિશ્વને સાચી દિશા તરફ દોરવામાં વાંચન અને ગ્રંથાલય ની અગત્યની ભૂમિકા સ્વીકારવી રહી. 

(https://www.librarianshipstudies.com/2018/05/quotes-libraries-librarians-library-information-science.html માંથી સાભાર)

 

 

  ગ્રંથાલય વિભાગ સૂચના DATE: 13-12-25   બી.એ. અને એમ. એ. ના જે વિદ્યાર્થીઓને  ગ્રંથાલયની વાચક ટિકિટ લેવાની બાકી રહી ગઈ હોય, તે દરેક ...