શુભ પ્રભાત સાથે દરેક દિવસની શરૂઆત કરીએ. ન્યૂ
એજ્યુકેશન પોલિસીમાં સૌથી વધારે મૂલ્ય તથા નીતિ વર્ધક શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવે તેની
ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જો આવું થશે તો જ "વિકસિત ભારત @2047" નું સ્વપ્નું ચોક્કસ પૂરું થશે. આ સ્વપ્નું
સાકાર કરવામાં સૌથી વધુ ફાળો વાંચન નો રહેશે, એટલેજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી
જ્યારે ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે " વાંચે ગુજરાત" અને "તરતા
પુસ્તક" જેવા રાજ્ય વ્યાપી કાર્યક્રમો થકી ગુજરાતના યુવાનોને વાંચતાં કર્યા.
ગુજરાત રાજ્યની સફળતામાં વાંચન પ્રવૃતીના યોગદાનને નકારી શકાય
નહીં. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીની આ દૂરંદેશીતા ને સલામ.
ગ્રંથાલય
એ માત્ર પુસ્તક આપ-લે નું કેન્દ્ર
નથી, તે એક સતત શિક્ષણ આપતું કેન્દ્ર છે. શૈક્ષણિક ગ્રંથાલયો માં તો ક્લાસરૂમ ટિચિંગ જ્યાં પૂરું થાય છે ત્યાંથી લાઇબ્રેરી
દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત થાય છે. વિદ્યાર્થીઓની અનેક મૂંઝવણ લાઇબ્રેરી દૂર કરે છે.
એટલેજ તે શૈક્ષણિક સંકુલ નું લર્નિંગ ઇન્ફોર્મેશન સેન્ટર છે. માટે જ ક્લાસરૂમમાં શિક્ષક
અને લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન હોય તો જ એક સક્ષમ ભાવિ નાગરિક સમાજ ને મળી શકે.
“ડૉ. સર્વપલ્લી રાધાક્રિશનન” ના શબ્દો માં,
"Books are the means by which we build bridges between
cultures". The library is the heart of any educational or academic
institution because it is the spring of wisdom from where all can quench
their thirst for knowledge.”
અફસોસ કે ગુજરાતની ઘણી શૈક્ષણિક સંસ્થાની લાઇબ્રેરી
તેના લાઇબ્રેરિયન ની રાહ જોઈને બેઠી છે. આશા રાખીએ કે આ વિરહ અને વિલંબ ટૂંક સમયમાં પૂરો
થાય.
વિકસિત દેશોને જોઈએ તો તેઓની વિકાસરેખામાં સૌથી વધારે ફાળો તેમના શિક્ષણનો છે , કારણકે ત્યાં શાળાની શરૂઆત થી જ વિદ્યાર્થીઓ ને શાળા ગ્રંથાલય સાથે જોડવામાં આવે છે. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં લાઇબેરીની પોતાની એક આગવી ભૂમિકા રહેલી છે, તે પશ્ચિમ ના દેશોએ શરૂઆતથી જ સ્વીકાર્યુ હોય તેવું લાગે છે.
ભારતમાં પણ જ્યારે જ્ઞાનની વાત આવે તો સૌથી પ્રથમ “તક્ષશિલા”, “ નાલંદા” વિદ્યાપીઠ અને તેના જ્ઞાન સભર ગ્રંથલયોને યાદ કરવામાં આવે છે. જ્ઞાનનું સંવર્ધન, વિકાસ, વિસ્તરણ અને એક પેઢી થી બીજી પેઢી સુધી જ્ઞાનના વહન નું કામ ગ્રંથાલય સતત કરતું આવ્યું છે અને કરતું રહેશે. આજના હાઈ ટેક ટેકનોલોજીથી સજ્જ ગ્રંથાલય તો વિજ્ઞાનના વારસાને ચિરંજીવ કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
કોરોના કાળ દરમ્યાન શિક્ષણ અને વાંચન માટે ટેકનોલોજી
માત્ર આધારભૂત હતી ત્યારે એક વાત દરેક ને સમજાઈ ગઈ કે, માનવ કૌશલ્ય અને પુસ્તકો, પ્રલેખો
સાથે ટેકનોલોજીનો સુમેળ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, એટલેજ કદાચ
ડિજિટલ, AI ના આ અતિઆધુનિક વિશ્વમાં વિકસિત તમામ દેશોમાં ગ્રંથાલયો
અને વાંચન નું, પ્રિન્ટ મીડિયા નું હજુ પણ એટલુંજ મહત્વ છે. વિદેશી મોટા ભાગની ફિલ્મોમાં
ઘરમાં તેમજ આજુબાજુ લાઇબ્રેરીઝ જોવા મળશે.. જે નોંધવું રહ્યું.