Friday, June 27, 2025

અષાઢી બીજ

  આજે  અષાઢી બીજ તારીખ 27 જૂન 2025. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત અષાઢ મહિનાથી થાય. પરંતુ ગ્લોબલ વોર્મિંગ ને લીધે હવે વર્ષમાં ગમે ત્યારે ટાઢ, તાપ અથવા વરસાદ નો અનુભવ થાય.  જાણે ઋતુચક્ર બદલાઈ ગયું હોય તેવું લાગે. અષાઢ મહિનાના પ્રથમ દિવસને કાલિદાસ જયંતિ તરીકે ઉજાવવામાં આવે છે. એના બીજા દિવસે એટલે અષાઢી બીજે "ભગવાન જગન્નાથ" ની ભવ્ય રથયાત્રા નીકળે. 

    મુખ્યત્વે જગન્નાથ પૂરી નું ધામ રથયાત્રા માટે વિશેષ છે. પરંતુ અન્ય સ્થળોએ પણ રથયાત્રાનું આયોજન થાય છે. 

    ગુજરાતમાં અમદાવાદ અને પાટણ ની રથયાત્રા વિશેષ ખ્યાતિ પ્રાપ્ય છે. 

    ઇસ. 1878 થી અમદાવાદ ના જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા નું આયોજન કરવામાં  આવે છે. આજે  148 મી રથયાત્રા નું આયોજન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ એમના બહેન સુભાદ્રજી અને ભાઈ બળભદ્ર સાથે નગરચર્યા કરવા નીકળશે.  આ પાવન દિવસે જો વરસાદ પડે તો આખું વર્ષ ખેડૂતો માટે ખૂબ સારું રહે, તેવી શ્રદ્ધા વર્ષોથી ચાલી આવે છે. એવું કહેવાય કે ભગવાન પોતાના ભક્તોને મળવા ખાસ  નગરમાં નીકળે છે. જે અશક્ત છે, દુર્બળ છે, એવા લોકો જે મંદિર સુધી નથી પહોંચી શકતા એ તમામને દર્શન આપવા માટે રથયાત્રા નિમિત્તે નીકળે છે. લોકો અનેરા ઉત્સાહ સાથે ભગવાનનું સ્વાગત કરે છે. 

    પાટણ જે એક સમયનું ગુજરાતનું પાટનગર હતું, ત્યાં પણ જગન્નાથ મંદિર માંથી આજે 143 મી રથયાત્રા ભક્તિમય વાતાવરણમાં નીકળશે. આ માટે આખું પાટણ  શહેર  શણગારવામાં આવ્યું છે. વિવિધ સેવા કેન્દ્રો દ્વારા પાણી, છાશ, શરબત ના કેમ્પ મૂકવામાં આવ્યા છે. લોકો માં ખૂબ  ઉત્સાહ છે. 

    ભગવાન જગન્નાથ એટલે એક દિવ્ય શક્તિનું પ્રતિક, જે સમગ્ર વિશ્વનું દોરી સંચાર કરે છે. એ જ્યારે નગરચર્યા કરે ત્યારે લોકોની ફરજ છે કે સ્વચ્છતા જાળવે, આપણે ત્યાં મહેમાન આવે તો આપણે કેવું સુંદર ઘર રાખી છીએ, આ તો, જગતનો તાત આપણાં શહેરમાં નીકળે ત્યારે આપણું શહેર સ્વચ્છ, હરિયાળું, નિર્મળ હોવું જોઈએ. 

    ચાલો આપણે સાથે મળીને સુંદર, સ્વચ્છ, હરિયાળું પાટણ બનાવી અને ભગવાન જગન્નાથને પરિવાર સાથે  આવકારીએ. "ભગવાન જગન્નાથની જય"

જગન્નાથ ભગવાનની રથયાત્રા નો ઇતિહાસ pdf

    



  ગ્રંથાલય વિભાગ સૂચના DATE: 13-12-25   બી.એ. અને એમ. એ. ના જે વિદ્યાર્થીઓને  ગ્રંથાલયની વાચક ટિકિટ લેવાની બાકી રહી ગઈ હોય, તે દરેક ...