Saturday, November 1, 2025

 

(Pic.Ref thanks to  https://numismaticscollections.blogspot.com/2024/05/new-possible-commemorative-coin-sardar-vallabhbhai-patel.html)


પ્રિય વિદ્યાર્થીમિત્રો, 


 આપણે “લોહ પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ — તે એક એવા  મહાન નેતા જેઓએ વિભાજિત ભારતને એકતા અને અખંડતાના દોરે બાંધ્યું. તેમની અડગ ઇચ્છાશક્તિ, દેશપ્રેમ અને પ્રજાપ્રતિની નિષ્ઠા આપણાં સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે. સરદાર પટેલે આપણને શીખવ્યું કે રાષ્ટ્રની એકતા એ સૌથી મોટું બળ છે.

ભારતના યુવાનો તરીકે આપણી ફરજ છે કે દેશની એકતા અને અખંડતાને જાળવીએ, ભેદભાવ, જાતિવાદ અને અસહિષ્ણુતાથી દૂર રહી સૌહાર્દ અને સમરસતાનો સંદેશ ફેલાવીએ. આપણે સત્ય, પરિશ્રમ અને નૈતિકતાના માર્ગે ચાલીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. નવી ટેક્નોલોજી, શિક્ષણ અને સંશોધન દ્વારા રાષ્ટ્રને પ્રગતિના માર્ગે આગળ ધપાવવાનું યુવાનોનું, વિદ્યાર્થીઓનું પવિત્ર કર્તવ્ય છે.

કોલેજના વિદ્યાર્થીઓ જે આવતીકાલના ભારતનું ભવિષ્ય છે, તો જાગો વિદ્યાર્થીઓ, તમારામાં રહેલી યુવા  શક્તિ ને ઉજાગર કરી  ભારતના સ્વપ્નોને સાકાર કરવાની ભેખ ધારણ કરીને આગળ વધો.. ચાલો, સરદાર પટેલના આદર્શોને જીવનમાં ઉતારીને “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના સ્વપ્નને સાકાર કરીએ.

  • દેશની એકતા અને અખંડતાને જાળવીએ,

  • ભેદભાવ, જાતિવાદ અને અસહિષ્ણુતાથી દૂર રહી સૌહાર્દનો સંદેશ ફેલાવીએ,

  • સત્ય, પરિશ્રમ અને દેશપ્રેમના માર્ગે ચાલીએ,

  • નવી ટેક્નોલોજી, શિક્ષણ અને નૈતિક મૂલ્યો દ્વારા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપીએ.

  • જય એકતા! જય ભારત! 

      ગ્રંથાલય વિભાગ સૂચના DATE: 13-12-25   બી.એ. અને એમ. એ. ના જે વિદ્યાર્થીઓને  ગ્રંથાલયની વાચક ટિકિટ લેવાની બાકી રહી ગઈ હોય, તે દરેક ...