Friday, December 12, 2025

 ગ્રંથાલય વિભાગ

સૂચના

DATE: 13-12-25

 

બી.એ. અને એમ.એ. ના જે વિદ્યાર્થીઓને  ગ્રંથાલયની વાચક ટિકિટ લેવાની બાકી રહી ગઈ હોય, તે દરેક માટે આ છેલ્લી તક છે. બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ જેને ગ્રંથાલય માંથી પુસ્તક લેવા હોય તેઓએ તારીખ: 15/12/2025 થી 27/12/2025 , સવારે 8.30 થી 12.00 ના સમય દરમ્યાન  ગ્રંથાલયની વાચકટીકિટ મેળવી લેવી. વાચકટીકિટ લેવા માટે ફી ની પાવતી અને સ્ટેમ્પ /પાસપૉર્ટ સાઇઝ નો  ફોટો સાથે લાવવો ફરજિયાત છે.  જે વિદ્યાર્થીઓ બીપીએલ કાર્ડ ધરાવતા હોય તેઓએ બીપીએલ કાર્ડની ઝેરોક્સ સાથે લાવવાની રહેશે.

૧. દરેક વિદ્યાર્થી ગ્રંથાલય માથી અભ્યાસક્રમના એક સાથે ૨ પુસ્તકો લઇ શકશે, આ ઉપરાંત જરૂર હોય તો  સ્પર્ધાત્મક પરિક્ષાલક્ષી એક પુસ્તક તેમજ ઈતર વાંચન માટેનું એક પુસ્તક પણ સાથે લઈ શકશે.  

૨. બીપીએલ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓને પાંચ પુસ્તકો મળશે.

૩. ગ્રંથાલય દ્વારા ચાલતા વાંચન વાર્તુળમાં જે વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગતા હોય તેઓએ પોતાનું નામ લાયબ્રેરીયનશ્રી પાસે નોંધાવી જવું.

૪. વાંચન વાર્તુળમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇતર-વાચન માંટે વધારાના  ૨ પુસ્તકો આપવામા આવશે.

૫. વાચકટીકિટ ની પાછળ લખેલી સૂચના દરેકે ધ્યાન પૂર્વક વાંચવી.

૬. ગ્રંથાલયમાં સંગ્રહિત તમામ પુસ્તકોની યાદી https://gujcat.inflibnet.ac.in/index.php/Unisearch?getDetails=eyJwYXJ0X3VuaSI6IlBLS0FfMzg0MjY1In0= વેબસાઇટ અંતર્ગત જોઇ શકાશે.

૭.ગ્રંથાલયમાં વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ ની સેવાઓ ઉપલબ્ધ છે.

૮. ગ્રંથાલયમાં વિદ્યાર્થીઓ માટે કમ્ય્પુટર મુકવામાં આવેલ છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ દ્વારા અભ્યાસ લક્ષી માહિતી મેળવી  શકશે.

૯. વધુ જાણકારી માટે લાઇબ્રેરિયન ડો. વલ્લરીબેન નો  સંપર્ક કરવો.

LIBRARY BLOG: https://pkklibrary.blogspot.com/

LIBRARY Insta page : pkk_arts_collegelibrary 

લાઈબ્રરી ની દરેક સૂચના લાઇબ્રેરી બ્લોગ ઉપર મૂકવામાં આવશે

  ગ્રંથાલય વિભાગ સૂચના DATE: 13-12-25   બી.એ. અને એમ. એ. ના જે વિદ્યાર્થીઓને  ગ્રંથાલયની વાચક ટિકિટ લેવાની બાકી રહી ગઈ હોય, તે દરેક ...